ખતરામાં છે કરોડો Chrome યૂઝર્સ! Googleએ જારી કરી ચેતવણી, યૂઝર્સ તુરંત કરે આ કામ
નવી દિલ્લીઃ Google Chrome યૂઝર્સને એકવાર ફરીથી સાવધાન થવાની જરૂર છે. ગૂગલે આ વાતને લઈ એક ચેતવણી પણ જાહેર કરી છે. Google Chromeમાં એક ખામી આવી છે, જેનાથી કરોડો યૂઝર્સને ખતરો છે. Google Chrome ખૂબ જ પોપ્યુલર ઈન્ટરનેટ બ્રાઉઝર છે. તેના દુનિયાભરમાં અરબો યૂઝર્સ છે. Google Chromeએ યૂઝર્સ માટે એક ચેતવણી જારી કરી છે. એક નવી ખામી Google Chromeમાં જોવા મળી છે. જેના કારણે Google Chromeનાં 320 કરોડ યૂઝર્સ ખતરામાં છે.
Google Chromeમાં એક નવા ઝીરો-ડે હાઈ થ્રેટ લેવલનું હેકિંગ જોવા મળ્યુ છે. આ વાતને લઈ Chrome બ્લોગમાં પોસ્ટ કરવામાં આવી છે. ગૂગલે ચેતવણી આપી છે કે, હેકર્સ ક્રોમની સિક્ટોરિટીને બ્રીચ કરીને યૂઝર્સને ટાર્ગેટ કરી શકે છે. જોકે, કંપનીએ આ અંગે ફિક્સ જારી કર્યુ છે. Chromeનાં બધા મેજર પ્લેટફોર્મ જેમકે, Windows, macOS, Linux અને Android માટે ખામી જોવા મળી છે. ક્રોમ યૂઝર્સની સેફ્ટી માટે ગૂગલે હાલ આ ખતરા વિશે જાણકારી નથી આપી. ત્રણ અઠવાડિમાં બીજીવાર ક્રોમના કંપોનેન્ટ V8નાં ઝીરો-ડે હેકથી બ્રિચ કરવામાં આવ્યો છે. આ ખામીથી છૂટકારો મેળવવા માટે Googleએ નવુ Chrome (100.0.4896.127) વર્ઝન જારી કર્યુ છે. પરંતુ સાથે જ ચેતવણી પણ આપી છે કે, આ વર્ઝન તાત્કાલિક બધા લોકો માટે ઉપલબ્ધ નહીં થઈ શકે. અપડેટને મેન્યુલી ચેક કરવા માટે યૂઝર્સે ટોપ રાઈટ પર ત્રણ ડોટ મેન્યૂ પર ક્લિક કરવાનું રહે છે. ત્યાર બાદ યૂઝર્સ સેટિંગ્સમાં જાય, ત્યારબાદ હેલ્પ સેક્શનમાં જઈ About Google Chrome પર ટેપ કરો. આટલુ કર્યા બાદ તમારા બ્રાઉઝરને રિસ્ટાર્ટ કરો. આ વર્ષે માર્ચ મહિનામાં Googleએ માન્યુ કે, ક્રોમ અને બીજા બ્રાઉઝર પર થતા સક્સેસફુલ ઝીરો-ડે હેક ઝડપથી વધી રહ્યું છે.